Gpsc guru

GPSC Guru Baba

GPSC frequently asked questions [ ગુજરાતી ] : Complete guide

જી.પી.એસ.સી એટલે શું?

જી પી એસ સી એક બંધારણીય સંસ્થા છે, જેનું આખું નામ છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. જેની જવાબદારી છે ગુજરાત સરકાર ના અલગ અલગ ડિપાર્ટમેન્ટ માટે જરૂર મુજબ જગ્યા ઓ માટે ભરતી કરી આપવી.

બંધારણ મુજબ દરેક રાજ્ય નું એક પબ્લિક સર્વિસ કમિશન હોય છે, ઉપરાંત કેન્દ્ર સરકાર માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કાર્યરત છે.

જી.પી.એસ.સી દ્વારા કઈ કઈ પરીક્ષા ઓ લેવાય છે?

જી પી એસ સી, રાજ્ય સરકાર ની જરૂરિયાત મુજબ કલાસ ૧, કલાસ ૨, કલાસ ૩ ની અલગ અલગ પરીક્ષા નું આયોજન કરે છે. જેમાં

  • ક્લાસ ૧ & ૨ (ડેપ્યુટી કલેક્ટર, ડી વાય એસ પી, ડેપ્યુટી કમિશનર, જી એસ ટી કમિશનર વગેરે)
  • ડેપ્યુટી સેક્સન ઓફિસર (સચિવાલય) અને ડેપ્યુટી મામલતદાર
  • આર ટી ઓ ઇન્સ્પેક્ટર
  • સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર
  • એકાઉન્ટન્ટ ઓફિસર (ક્લાસ ૧ અને ૨)
  • મ્યુનિસિપલ ચીફ ઓફિસર
  • ઉપરાંત રાજ્ય સરકાર ની જરૂર મુજબ અલગ અલગ એન્જિનિયરિંગ પોસ્ટ્સ માટે ની પરીક્ષા ઓ
  • સરકારી કોલેજ અને યુનિવર્સીટી માં પ્રોફેસર
  • સરકારી હોસ્પિટલ માટે ડોક્ટર્સ અને મેડિકલ ઓફિસર

જેવી અન્ય પરીક્ષા ઓ આયોજિત કરવાની જવાબદારી જી પી એસ સી પર છે

જી પી એસ સી દ્વારા લેવાતી પરીક્ષા ઓ ની પરીક્ષા પદ્ધતિ શુ હોય છે?

જી પી એસ સી દ્વારા આયોજિત પરીક્ષા ઓ એક, બે અથવા ત્રણ સ્ટેજ માં હોય છે. જેમાં પ્રીલીમનરી, મેઇન્સ, ઇન્ટરવ્યૂ સ્ટેજ નો સમાવેશ થાય છે. પરંતુ દરેક પરીક્ષા માં દરેક ૩ સ્ટેજ નથી હોતા.

વર્ષ ની શરૂઆત માં એક્ષામ કેલેન્ડર બહાર પાડવામાં આવે છે, જેમાં વર્ષ દરમ્યાન આવનારી પરીક્ષા ઓ ની માહિતી અને અંદાજિત તારીખ હોય છે.

દરેક પરીક્ષા અગાઉ ફોર્મ ભરવાની જાહેરાત મુખ્ય સમાચાર પાત્રો માં પકાશિત કરવા માં આવે છે.

પ્રીલીમ પેપર ઓબ્જેકટીવ ફોરમેટ નું હોય છે. મેઇન્સ પેપર વર્ણાત્મક હોય છે. ઇન્ટરવ્યૂ રૂબરૂ ગાંધીનગર માં આયોજિત થતા હોય છે.

પ્રીલીમ પરીક્ષા પાસ કરનારા ઉમેદવાર જ મેઇન્સ એક્ષામ આપી શકે, અને મેઇન્સ પાસ કરનારા ઉમેદવાર ને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે.

મેઇન્સ અને ઇન્ટરવ્યૂ ના માર્ક્સ આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરી ગુજરાત સરકાર ને સોંપવામાં આવે છે, જેના પર થી નિમણુંક કરવામાં આવે છે. પ્રીલીમ પરીક્ષા ના માર્ક્સ મેરીટ માં ધ્યાન માં લેવામાં નથી આવતા.

અમુક જગ્યા ઓ માટે લેવાતી પરીક્ષા માં ફક્ત મેઇન્સ નું સ્ટેજ નથી હોતું અને ફક્ત પ્રીલીમ અને ઇન્ટરવ્યૂ હોય છે

જી પી એસી સી ની પરીક્ષા આપવા માટે શુ લાયકાત જરૂરી છે?

અલગ અલગ જગ્યા ઓ માટે ની જરૂરી લાયકાત અલગ અલગ હોય છે.

ટેક્નિકલ પોસ્ટ્સ માટે ખાસ ડિગ્રી ની જરૂર હોય છે, જેમ કે એન્જીનર ડિગ્રી, ડોક્ટર અથવા કોઈ ફિલ્ડ માં માસ્ટર ડિગ્રી વગેરે.

જનરલ અડ્મિનિસ્ટ્રેટિવે પોસ્ટ્સ માટે કોઈ પણ શાખા માં ગ્રેડયુએસન કરેલ ઉમેદવાર લાયક ગણવામાં આવે છે.

દરેક એક્ષામ ની જાહેરાત સાથે ફોર્મ ભરવા માટે યોગ્ય લાયકાત દર્શાવેલ હોય છે

જીપીએસસી ની પરીક્ષા કેટલી વાર / કેટલા પ્રયત્નો આપી શકાય ?

કેટલીવાર પરીક્ષા માં બેસી શકાય તેની કોઈ મર્યાદા નથી. વય મર્યાદા પુરી ના થઇ હોઈ ત્યાં સુધી ફોર્મ ભરી પરીક્ષા માં બેસી શકાય.

જીપીએસસી ની પરીક્ષા માટે વયમર્યાદા શુ છે ?

સામાન્ય રીતે

  • ઓપન કેટેગરી માટે ૩૫ વર્ષ
  • મહિલા ઉમેદવાર માટે ૪૦ વર્ષ
  • સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ૪૦ વર્ષ
  • આર્થિક પછાત વર્ગ માટે ૪૦ વર્ષ
  • આર્થિક અથવા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ મહિલા ઓ માટે ૪૫ વર્ષ

શું એક કરતા વધુ પરીક્ષા નું ફોર્મ ભરી શકાય ?

હા, જે પણ પરીક્ષા માટે યોગ્ય લાયકાત હોઈ તે દરેક પરીક્ષા માટે ફોર્મ ભરી શકાય.

જી.પી.એસ.સી ની પરીક્ષા ઓ માં જનરલ નોલેજ નો સિલેબસ મહદ અંશે સરખો જ હોય, ઉમેદવારો એકથી વધુ ફોર્મ ભારત હોય છે જે ઘણું સામાન્ય છે.

શુ ઓનલાઈ ફોર્મ ભરવું ફરજીયાત છે ?

હા, જી.પી.એસ.સી પરીક્ષા માટે નું ફોર્મ ઓનલાઇન ભરવું ફરજીયાત છે. જી.પી.એસ.સી દ્વારા ઓફલાઈન ફોર્મ સ્વીકારવામાં આવતા નથી.

શુ જી.પી.એસ.સી દ્વારા દરેક એક્ષામ દરેક વર્ષે યોજવામાં આવે છે ?

ના, કઈ જગ્યા ઓ માટે ભરતી કરવી એ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતો હોય છે.

અલગ અલગ ખાતા ઓ માં ખાલી પડેલી જગ્યા ઓ મુજબ સરકાર તરફ થી સમય સમય પર જી.પી.એસ.સી ને મળતી સૂચના આધારે જી.પી.એસ.સી પરીક્ષા ઓ નું આયોજન કરતુ હોય છે.

કઈ જગ્યા ઓ માટે પરીક્ષા લેવી, કાયા વર્ષ માં લેવી, અને કેટલી જગ્યા ઓ માટે લેવી તે નિર્ણય સરકાર દ્વારા લેવા માં આવે છે તેમાં જી પી એસ સી નિર્ણય કર્તા હોતું નથી

GPSC Exam preparation related FAQs

જીપીએસસી પરીક્ષા નો અભ્યાસક્રમ / સિલેબસ શુ હોય છે ?

વધુ માહિતી અને સિલેબસ ડાઉનલોડ કરવા માટે વાંચો જી.પી.એસ.સી અભ્યાક્રમ / સિલેબસ વિષે મીહીતી

શું જી.પી.એસ.સી એક્ષામ ખુબ અઘરી હોય છે ?

ના, જી.પી.એસ.સી ખુબ જ અઘરી હોય છે એવું ઘણા લોકો દ્વારા કહેવામાં આવતું હોય છે. હકીકત માં જી.પી.એસ.સી નો અભ્યાસક્રમ ૧૨ ધોરણ સુધી નો જ હોય છે. એમાં પણ વિજ્ઞાન પ્રવાહ ના વિષયો જેવા કે બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ધોરણ ૧૧/૧૨ સાયન્સ જેટલા ના સ્તર ના નથી હોતા.
૬ થી ધોરણ ૧૨ સુધી ના પાઠય પુસ્તકો (NCERT) સારી રીતે તૈયાર કરવાથી ૭૦% જેટલો અભ્યાસક્રમ પૂર્ણ થઇ જતો હોય છે.

જી.પી.એસ.સી નો સિલેબસ લેન્ધી જરૂર છે, અને મોટી સંખ્યા માં ઉમેદવારો પરીક્ષા આપતા હોવા થી કોમ્પિટિશન રહે છે, પરંતુ અભ્યાસ ક્રમ કઠિન નથી હોતો.

દરેક પરીક્ષા નું સ્તર પણ અલગ હોય છે. ક્લાસ ૧ ની પોસ્ટ ની સરખામણી માં કલાસ ૩ ની પરીક્ષાઓ નું સ્તર સામાન્ય રીતે સહેલું હોય છે.

જી.પી.એસ.સી પરીક્ષા માં કેટલા સ્ટેજ હોય છે?

સામાન્ય રીતે ૨ થી ૩. પ્રીલિમ્નરી પરીક્ષા, મેઇન્સ, અને ઇન્ટરવ્યૂ. અમુક પોસ્ટ માટે ની પરીક્ષાઓ માં મેઇન્સ સ્ટેજ હોતું નથી.

પ્રીલીમ માં ઓબ્જેક્ટિવ પ્રકાર ના પ્રશ્નો હોય છે. મેઇન્સ ના પેપર વર્ણનાત્મક હોય છે. જે પરીક્ષા માં મેઇન્સ નું સ્ટેજ હોય તેમાં મેઇન્સ અને ઇન્ટરવ્યૂ ના માર્ક્સ પર થી ફાયનલ મેરીટ તૈયાર થાય છે. મેઇન્સ નું સ્ટેજ ના હોય તેમાં પ્રિલીમ અને ઇન્ટરવ્યૂ ના માર્ક્સ પર થી ફાઇનલ મેરીટ તૈયાર થતું હોય છે

જી પી એસ સી પરીક્ષા માં કેટલા વિષય હોઈ છે ?

પ્રીલીમ

  1. ગુજરાત અને ભારત નો ઇતિહાસ (પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસ)
  2. ગુજરાત અને ભારત ની કળા અને સાંસ્કૃતિક વારસો.
  3. પોલીટી (બંધારણ અને રાજ્ય તંત્ર)
  4. મેથ્સ
  5. ગુજરાત, ભારત અને વિશ્વ ની ભૂગોળ
  6. વિજ્ઞાન અને ટેક્નોલોજી
  7. ગુજરાત અને ભારત નું અર્થતંત્ર (ઈકોનોમી)
  8. કરંટ અફેર્સ

મેઇન્સ

  1. પ્રીલીમ ના ગણિત સિવાય ના બધા જ વિષયો
  2. નીતિશાસ્ત્ર
  3. જાહેરવહીવટ
  4. એસ્સે (નિબંધ)

જી.પી.એસ.સી પરીક્ષા ની તૈયારી કરી રીતે શરૂ કરવી?

  • જી.પી.એસ.સી દ્વારા કઈ કઈ પોસ્ટ માટે કઈ પરીક્ષા ઓ યોજવામાં આવી રહી છે તે જોવો
  • સૌથી પહેલા તમારી આવડત, ક્ષમતા, અને પસંદગી ના આધારે કઈ પોસ્ટ માટે ની એક્ષામ આપવી છે એ નક્કી કરો.
  • એ પોસ્ટ માટે ની પરીક્ષા નો અભ્યાસક્રમ / સિલેબસ ડોઉનલોડ કરી પરિચિત થાવ
  • અભ્યાસક્રમ મુજબ અને તમારી પાસે કેટલો ટાઈમ છે એ મુજબ બુક્સ નું લિસ્ટ બનાવો.
  • ધોરણ ૬ થી ૧૨ ની એન.સી.આર.ટી બુક્સ (સોશિયોલોજી, ઇતિહાસ, ભૂગોળ, પર્યાવરણ, અર્થશાસ્ત્ર (ઈકોનોમી), પોલિટિકલ સાયન્સ (નાગરિક) કરવાથી ૬૦ થી ૭૦% અભ્યાસ ક્રમ પૂર્ણ થઇ જતો હોય છે.
  • બુક્સ વાંચવા સાથે જ પાછળ ના વર્ષો ના પેપર્સ ચેક કરો જેનાથી કયા ટોપિક માં થી કેવા પ્રકાર ના પ્રશ્નો પુછાતા હોય છે તે સમજણ પડશે.
  • એક વખત વાંચ્યા બાદ રીવીઝન કરતી વખતે સાથે જ નોટ બનાવતા જાવ, જે છેલ્લા સમયે રીવીઝન માટે ઉપયોગી થશે.
  • જરૂર મુજબ યુટ્યુબ, ટેલિગ્રામ અને અન્ય ઓનલાઇન માધ્યમો નો ઉપયોગ કરી શકાય.
  • કોઈ ટોપિક પૂર્ણ કર્યા બાદ એ ટોપિક ના પ્રશ્નો સોલ્વ કરો, જેથી ખબર પડશે ક્યાં અને શુ ઈમ્પ્રુવમેન્ટ ની જરૂર છે.
  • અન્ય ઉમેદવારો ના સંપર્ક માં રહો જેથી પરીક્ષા ની તૈયારી નું વાતાવરણ બની રહેશે.

શુ જી.પી.એસ.સી ની તૈયારી માટે કોચિંગ ક્લાસીસ માં જોડાવું જરૂરી છે?

ના, ઘણા વિદ્યાર્થી ઓ કોચિંગ ક્લાસ માં જોડાયા વગર જ પરીક્ષા પાસ કર્તા હોય છે. ક્લાસ માં જોડાવું કે નહિ એ એ વાત પર આધારિત છે કે તમે જાતે કેટલું કરી શકો છો અને કેટલા સેલ્ફ મોટીવેટેડ છો.

ક્લાસ માં જોડાવા ના ફાયદા અને ગેર ફાયદા બંને છે.

ફાયદો એ છે કે તૈયારી કરી રહેલા અન્ય ઉમેદવારો સાથે સંપર્ક બની રહેવાથી પ્રિપેરેસનનું વાતાવરણ મળે. તૈયારી માટે નું બેઝિક મટીરીયલ ક્લાસ માં થી મળી રહે, ઉપરાંત કઈ બુક્સ વાંચવી વગેરે જેવી માહિતી મળી રહે.

ગેર ફાયદા એ છે કે, ઘણા ખરા (મોટા ભાગ ના) કોચિંગ ક્લાસ માં સિલેબસ પૂરો થતો જ નથી હોતો. 2, 4, કે 6 મહિના ના કોર્સ માં અભ્યાસક્રમ સારી રીતે પૂરો કરવો શક્ય નથી. કોચિંગ ક્લાસ માંથી મળતું મટીરીયલ પર્યાપ્ત નથી હોતું, તેના પર નિર્ભર રહી પરીક્ષા પાસ કરી શકાય નહિ.

જો સેલ્ફ મોટીવેટેડ હોવ, અને તૈયારી કર્તા અન્ય વિદ્યાર્થી ઓ સાથે સંપર્ક માં રહો તો કોચિંગ ક્લાસ માં જોડાયા વગર ફક્ત એન.સી.આર.ટી અને અન્ય બુક્સ, ઓનલાઇન માધ્યમો, અને અન્ય ફ્રી મટીરીયલ નો ઉપયોગ કરી જીપીએસસી પરીક્ષા પાસ કરવી પુરી રીતે શક્ય છે. અને ઘણા ઉમેદવારો કરે જ છે.

જી.પી.એસ.સી પરીક્ષા માટે ની તૈયારી કરવામાં કેટલો સમય લાગે?

કેટલો સમય લાગશે તે એ વાત પર આધારિત છે કે તમે કઈ એક્ષામ આપો છો, તૈયારી શરૂઆત કરતી વખતે તમારી આવડત કેટલી છે, કેટલી અને કેવી મહેનત કરો છો વગેરે.

અમુક ઉમેદવારો પહેલા જ પ્રયત્ન માં ત્રણેય સ્ટેજ (પ્રિ, મેઇન્સ, ઇન્ટરવ્યૂ) ક્લિયર કરી નાખતા હોય છે, જયારે ઘણા ઉમેદવારો 5 થી 6 વર્ષ થી તૈયારી કર્તા પણ જોવા મળશે.

ક્લાસ ૨ અને ઉપર ની પોસ્ટ માટે, સામાન્ય રીતે 7 થી 10 મહિના ની તૈયારી બાદ પ્રીલીમ માટે નો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકાય.

ક્લાસ 1&2 ના ઘણા ખરા ઉમેદવારો ૮ થી ૧૦ મહિના ની પ્રિપેરેસન બાદ પ્રિલિમ સ્ટેજ ક્લિયર કરી શકવા સક્ષમ બનતા હોય છે. તેમાંથી અમુક, ૨ કે વધુ પ્રયત્નો બાદ મેઇન્સ ક્લિયર કરી સકતા હોય છે.

ત્રણેય સ્ટેજ ક્લીઅર કરી ફાઇનલ પસંદગી મેળવવા માટે 2 થી 5 વર્ષ નો સમય લાગવો અતિ સામાન્ય છે. જોકે દરેક વાત ની જેમ એમાં પણ અપવાદ હોય છે.

જો તમે એવી પોસ્ટ ની પરીક્ષા આપો છો જેમાં મેઇન્સ નથી તો સમય ઘણો ઓછો લાગી શકે.

જી.પી.એસ.સી માટે ની તૈયારી ઇંગલિશ માં કરવી કે ગુજરાતી માં?

તમારું ભાષા કૌશલ્ય જેમાં વધુ હોઈ તેમાં.

ઇંગલિશ માં પેપર આપવાથી વધુ માર્ક્સ મળશે અને ગુજરાતી માં ઓછા એ ફક્ત એક માન્યતા છે. ગુજરાતી માં પરીક્ષા આપી ને ક્લાસ ૧ ની પોસ્ટ મેળવતા વિદ્યાર્થી ઓ પણ હોય છે અને ઇંગલિશ માં પણ.

બંને લેન્ગવેજ ના અમુક ફાયદા પણ છે. ગુજરાતી લેખકો સીમિત હોવા થી ઇંગલિશ માં સારા લેખકો ની રેફરન્સ બુક્સ અને અન્ય મટીરીયલ સહેલાઇ થી મળી રહે. એન.સી.આર.ટી બુક્સ જે પહેલું પગથિયું ગણવામાં આવે છે તે હિન્દી અને ઇંગલિશ માં જ ઉપલબ્ધ છે. ઇંગલિશ માં તૈયારી કર્તા વિદ્યાર્થી ઓ માટે ઓનલાઇન માધ્યમો પર ઉપલબ્ધ મટીરીયલ, વિડિયોઝ વગેરે નું પ્રમાણ વધુ હોય છે.

મેઇન્સ માં ગુજરાતી અને ઇંગલિશ બંને ભાષા ના પેપર હોય છે.

જી.પી.એસ.સી તૈયારી માટે કઈ બુક્સ સૌથી વધુ મહત્વની / ટોપર્સ કઈ બુક્સ વાંચતા હોઈ છે ?

ક્લાસીસ દ્વારા આપવામાં આવતું સ્ટડી મટીરીયલ્સ / બુક્સ પ્રિપેરેસન માટે પૂરતી છે ?

ના, ક્લાસ ૩ અથવા ટેક્નિકલ પોસ્ટ્સ માટે ની પરીક્ષા ઓ જેવી કે પ્રોફેસર, એન્જિનિયર વગેરે માટે ની પરીક્ષા ના જનરલ નોલેજ ના અભ્યાસક્રમ માટે કદાચ ચાલી જાય પરંતુ એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ્સ જેવી કે મામલતદાર, સેક્સન ઓફિસર, આરટીઓ, ક્લાસ ૧&૨ માટે પૂરતી નથી. હકીકત માં તો પાસ થવા વાળા બહુ ઓછા ઉમેદવાર એવા હોઈ છે જે ક્લાસીસ ની નોટ પર નિર્ભર રહ્યા હોઈ

શું ફક્ત યૂટ્યૂબ વિડિયોઝ દ્વારા તૈયારી કરી શકાય?

ના, વિડિયોઝ એ બુકસ નો પર્યાય નથી.

યૂટ્યૂબ પર લગભગ દરેક ટોપિક ના વિડિયોઝ ઉપલબ્દ છે. અને જો તેને વ્યવસ્થિત ક્રમ માં જોવામાં આવે તો એ એક પેઈડ ઓનલાઇન કોર્સ નો પર્યાય બની શકે. પણ વિડિયોઝ એ સેલ્ફ રીડિંગ નો પર્યાય ના બની શકે.

Can I prepare by watching youtube videos only?

No, youtube can supplement your preparation, but it can not be the only source of your preparation. All though there are good quality videos for almost every topic, and if they are put in order, it could replace a paid course. But videos can never replace the books.

શું ઓનલાઇન ક્લાસીસ જોઈન કરવા જરૂરી છે ?

ઓનલાઇન ક્લાસીસ જોઈન કરવા કે નહિ, એ આઘાર રાખે છે એ વાત પર કે તમે જાતે કેટલી મહેનત કરી શકો છૉ . જો તમે ઈન્ટરનેટ નો સારી રીતે યુઝ કરી સકતા હોવ, તો યૂટ્યૂબ અને અન્ય સાઇટ્સ પર થી તમને જરૂર મુજબ નું લગભગ બધું જ મટીરીયલ મળી રહેશે. યૂટ્યૂબ પર લગભગ દરેક ટોપિક ના વિડિયોઝ ઉપલબ્દ છે. અને જો તેને વ્યવસ્થિત ક્રમ માં જોવામાં આવે તો એ એક પેઈડ ઓનલાઇન કોર્સ નો પર્યાય બની શકે.

યૂટ્યૂબ પર તમને દેશ ને પ્રતિષ્ઠિત ટયુટર ના વિડિયોઝ મળશે, અને શક્ય છે કે એ વિડિયોઝ ની કન્ટેન્ટ ક્વોલિટી પેઈડ કોર્સ કરતા પણ વધુ સારી હોય

Prelims related questions

પ્રીલીમ પરીક્ષા નું પેપર ફોર્મેટ ક્યાં પ્રકાર નું હોય છે?

પ્રીલીમ પેપેર ઓબ્જેક્ટિવ પ્રકાર નું હોય છે. જેમાં પ્રશ્ન અને નીચે 4 વિકલ્પ આપેલા હોય છે. ઉમેદવાર એ સાચો વિકલ્પ પસંદ કરી ટીક કરવાનો હોય છે.

શું પ્રીલીમ માં નેગેટિવ માર્કિંગ હોય છે?

હા, દરેક ખોટા જવાબ માટે 0.33 જેટલા નેગેટિવ માર્ક મળે છે.

પ્રીલીમ પાસ કરવા માટે કેટલા માર્ક્સ જોઈએ ?

પ્રીલીમ માં પાસિંગ માર્ક્સ નહિ પણ કટઓફ માર્ક્સ હોય છે. અને દરેક એક્ષામ નું કટઓફ અલગ હોય છે.

કટઓફ, અલગ અલગ પરિબળો, જેવા કે, જગ્યા ઓ ની સંખ્યા, ઉમેદવારો ની સંખ્યા, પેપર ની ડિફીકલટી વગેરે પર આઘાર રાખે છે.

છતાં પણ તમે જે પરીક્ષા આપતા હોવ તેના પાછળ ના વર્ષો ના કટઓફ જોવા થી અંદાજ લગાવી શકાય.

પ્રીલીમ માટે તૈયારી કરી રીતે કરવી ?

TODO Link

Topper recommended books ?

TODO Link

શું ફક્ત વન લાઈનર્સ વાંચી ને તૈયારી કરી શકાય ?

ના, વન લાઈનર્સ વાંચવામાં સમય નો બગાડ કરવો નહિ. ના, વન લાઈનર્સ વાંચવામાં સમય નો બગાડ કરવો નહિ. સિલેબસ મુજબ બુક્સ વાંચવા નો કોઈ વિકલ્પ નથી. બુક માંથી ટોપિક વાંચ્યા બાદ એ ટોપિક ના વન લાઈનર્સ જોઈ શકાય. પરંતુ ફક્ત વન લાઈનર દ્વારા તૈયારી કરી જીપીએસસી પાસ કરવી અશક્ય સમાન છે.

શું મોક ટેસ્ટ આપવી જરૂરી છે ? કેટલી અને ક્યારે આપવી ?

ઘણા ઉમેદવારો માટે 3 કલાક ના સમય માં પેપર પૂરું કરવું એ મોટો પ્રશ્ન હોય છે. પ્રીલીમ પેપર આપવા જતા પહેલા પ્રેક્ટિસ ટેસ્ટ આપવી જરૂરી છે, જેથી તમને અંદાજ આવશે કે તમે સમય મર્યાદા માં પેપર પૂરું કરી શકો છો કે નહિ. એક પણ ફૂલ સિલેબસ ટેસ્ટ આપ્યા વગર સીધા જ પરીક્ષા આપવા જાવ તો એવું બને કે તમે સમય મર્યાદા માં પેપર પૂરું ના પણ કરી શકો.

પરંતુ એના માટે કોઈ પેઈડ મૉક ટૅસ્ટ આપવી એ જરૂરી નથી. તમે પાછળ ના બે થી ત્રણ વર્ષો ના પેપર આપી શકો.

જેમ જેમ તમે ટોપિક્સ પુરા કરતા જાવ એમ એમ તમે એ ટોપિક્સ ના પ્રશ્નો ની મોક ટેસ્ટ આપી શકો. ઉપરાંત પરીક્ષા પહેલા 2 ફૂલ સિલેબસ ટેસ્ટ પર્યાપ્ત છે.

Related posts

GPSC Book List [ ગુજરાતી ]

જીપીએસસી પરીક્ષા ઓ ની તૈયારી માટે ની સૌથી સારી ગુજરાતી બુક્સ વિષે માહિતી

જી.પી.એસ.સી પરીક્ષા માટે તૈયારી કેવી રીતે કરવી, સ્ટ્રેટેજી, ટિપ્સ

જી.પી.એસ.સી પરીક્ષા માટે તૈયારી કેવી રીતે કરવી, સ્ટ્રેટેજી, ટિપ્સ

GPSC career : Which jobs are available after clearing GPSC exam

Do you want to know how many exams are conducted by GPSC. Get detailed information about career options available after clearing GPSC exam

GPSC Exam Calendar 2024 | Download PDF

GPSC exam calendar 2024 is out, know about all upcoming GPSC exams in the year 2024