Gpsc guru

GPSC Guru Baba

જી.પી.એસ.સી પરીક્ષા માટે તૈયારી કેવી રીતે કરવી, સ્ટ્રેટેજી, ટિપ્સ

જી.પી.એસ.સી પરીક્ષા માટે ની તૈયારી ની નવી જ શરૂઆત કરતા ઘણા ઉમેદવારો નો સૌથી પહેલો પ્રશ્ન હોય છે. તૈયારી ની શરૂઆત કેવી રીતે કરવી, તૈયારી કરતા કેટલો સમય લાગે, સુ સ્ટ્રેટેજી અપનાવવી, કઈ બુક્સ વાંચવી, ક્લાસ માં જોડાવું કે નહિ વગેરે.

આ પોસ્ટ માં એ દરેક પ્રશ્ન નો ઉત્તર આપવા પ્રયાસ કરેલો છે.

1. જી.પી.એસ.સી થી માહિતગાર થાવ

જી.પી.એસ.સી પરીક્ષાઓ માટે તૈયારી શરૂ કરતા પહેલા જરૂરી છે કે તમે જી.પી.એસ.સી થી માહિતગાર થાવ. જી.પી.એસ.સી દ્વારા કઈ કઈ પોસ્ટ માટે કઈ પરીક્ષા ઓ આયોજિત થાય છે. તેના માટે શું લાયકાત જરૂરી હોય છે અલગ અલગ પરીક્ષા ઓ નો સિલેબસ, એક્ષામ પેટર્ન, અને ડિફિકલ્ટી વિશે માહિતી મેળવો.

GPSC Frequently asked questions પર ઉપર ના ઘણા પ્રશ્નો ના જવાબ મળી રહેશે

૨. સિલેબસ / અભ્યાસક્રમ થી પરિચિત થાવ

પ્રિપેરેસન નું પહેલું સ્ટેપ છે સિલેબસ ડોઉનલોડ કરવો. જ્યાં સુધી પરીક્ષા નો અભ્યાસક્રમ ખબર ના હોય ત્યાં સુધી કોઈ પણ જાત ની યોગ્ય તૈયારી કરવી શક્ય નથી.

તમે જે પણ પરીક્ષા આપવા માંગતા હોવ તેનો સિલેબસ જી.પી.એસ.સી ઓફિસિયલ વેબસાઈટ પર થી મળી જશે.

સિલેબસ ને સારી રીતે વાંચી જાવ, દરેક સબ્જેક્ટ અને તેના ટોપિક થી પરિચિત થાવ. સિલેબસ નો દરેક ટોપિક બને તો યાદ રાખી લો. કેમ કે દરેક ટોપિક માટે તમારે અલગ અલગ બુક્સ, નોટ્સ અને ઓનલાઇન માધ્યમો પર થી મટીરીયલ ભેગું કરી તૈયારી કરવાની જરૂર પડશે.

સિલેબસ જોશો તો જ તૈયારી કરતી વખતે આઈડિયા આવશે, કેટલો અભ્યાસક્રમ પત્યો અને કેટલો કરવાનો બાકી રહે છે.

3. જરૂરી બુક્સ, અને મટીરીયલ્સ એકઠું કરો.

સિલેબસ ની જાણકારી મેળવ્યા બાદ પછી નું સ્ટેપ છે જરૂરી એવું રીડિંગ મટીરીયલ એકઠું કરો. જેમાં બુક્સ, આગળ ના વર્ષો ના પેપર્સ, આગળ ના વર્ષો ના પરિણામ, નોટસ, એન.સી.આર.ટી પી.ડી.એફ વગેરે નો સમાવેશ થાય છે.

  • રીડિંગ સાથે જ આગળ ના વર્ષો ના પેપર ચકાસવાથી ખબર પડશે, કયા ટોપિક્સ માંથી કેવા પ્રકાર ના પ્રસ્નો નીકળે છે.
  • આગળ ના વર્ષો ના પરિણામ ચકાસવાથી કટઓફ માર્ક્સ અને મેરીટલિસ્ટ વિશે માહિતી મળશે, જેથી ખબર પડશે અંદાજે કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે.

TODO

  • link to article for best books
  • Link to previous year papers

એન.સી.આર.ટી એ જીપીએસસી અને યુપીએસસી પરીક્ષા ઓ ની પ્રિપેરેસન નું પહેલુ પગથિયું છે. જો ઇંગલિશ અથવા હિન્દી બુક્સ વાંચી શકો, તો રીડિંગ ની શરૂઆત કરવા માટે તમારે એન.સી.આર.ટી. સિવાય અન્ય કોઈ બુક્સ લેવાની જરૂર નથી. ફક્ત એન.સી.આર.ટી સાથે તમે પ્રિપેરેસન ની તૈયારી કરી શકો છો.

એન.સી.આર.ટી પુરી કાર્ય બાદ તમે જરૂર મુજબ અન્ય બુક્સ ખરીદી / વાંચી શકો.

હું એવી સલાહ આપીશ, કે તમે પ્રિપેરેસન ની શરૂઆત માં જ બધી બુક્સ ખરીદી ના લ્યો. કેમ કે જેમ તમે રીડિંગ કરશો, જી.પી.એસ.સી થી વધુ પરિચિત થશો, અને અન્ય વિદ્યાર્થી ઓ ના સંપર્ક માં આવશો તેમ તેમ તમને ક્લેરિટી આવશે કે કઈ બુક્સ વાંચવી અને કઈ નહિ.

તો રીડિંગ ની શરૂઆત એન.સી.આર.ટી થી કરી શકો

4. સિલેબસ પૂરો કરવા માટે નું ટાઈમ ટેબલ / સ્ટ્રેટેજી બનાવો

પરીક્ષા ને કેટલો સમય બાકી છે એને મહિના અથવા અઠવાડિયા માં ડિવાઇડ કરી કેટલા સમય માં કયો સબ્જેક્ટ પૂરો કરવો એનું ટાઈમ ટેબલ બનાવો અને એ ટાઈમ ટેબલ પ્રમાણે સિલેબસ પૂરો કરવા પ્રયત્ન કરો. છેલ્લો મહિનો રીવીઝન માટે ફાળવો.

5. રીડિંગ સાથે જ પાછળ ના વર્ષો ના પ્રશ્નો સોલ્વ કરો

જેમ જેમ ટોપિક્સ નું રીડિંગ પૂરું થતું થતું જાય તેમ તેમ એ ટોપિક ના પાછળ ના વર્ષો માં પુછાયેલા પ્રશ્નો સોલ્વ કરો. પાછળ ના વર્ષો ના પ્રશ્ન સોલ્વ કરવાથી એ અંદાજ આવશે કે તમે જે ટોપિક કરી રહ્યા છો એમાં થી કેવા પ્રકાર ના પ્રશ્નો નીકળી શકે. એ પણ અંદાજ આવશે કે તમે કરેલું રીડિંગ પૂરતું છે કે વધુ રીડિંગ ની જરૂર છે.

TODO link to app.

6. રીડિંગ સાથે જ નોટસ પણ બનાવો.

જીપીએસસી નો સિલેબસ ઘણો લાંબો હોઈ પરીક્ષા ના છેલ્લા દિવસો માં બધી બુક્સ ફરી રિવાઇઝ કરવી શક્ય નથી. આ માટે રીડિંગ સાથે જ ટોપિક પ્રમાણે શોર્ટ નોટ્સ બનાવો જે તમને છેલ્લા દિવસો માં રીવીઝન માટે કામ આવશે.

7. રિવીઝન માટે સમય ફાળવો

અઠવાડિયા માં એક દિવસ રીવીઝન માટે ફાળવી શકો. ઉપરાંત જો પહેલી જ વાર પરીક્ષા આપતા હોવ તો છેલ્લો એક મહિના જેટલો સમય ફૂલ સિલેબસ રીવીઝન માટે ફાળવી શકો.

જો છેલ્લા દિવસો માં રીવીઝન ના થાય તો રીડિંગ કોઈ કામ નું રહેતું નથી. માટે જેટલું પણ રીડિંગ કર્યું છે એ પરીક્ષા પહેલા રીવીઝન કરી શકો એ સુનિશ્ચિત કરો.

એક્ષામ ના છેલ્લા 2 વીક માં ફૂલ સિલેબસ નું રીવીઝન કરવાનો પ્રયત્ન કરો.

Related posts