GPSC Book List [ ગુજરાતી ]
જી પી એસ સી પરીક્ષા ની તૈયારી શરુ કરતા ઘણા વિદ્યાર્થી ઓ નો એક સામાન્ય પ્રશ્ન હોઈ છે કે જી પી એસ સી ની તૈયારી માટે કઈ બુક્સ બેસ્ટ છે?
બુક સ્ટોર, કે એમેઝોન પર જઈ ને જોશો તો અલગ અલગ પ્રેસ, લેખક, અને કલાસસીસ ની દર્જનો બુક્સ અવેલેબલ મળશે, અને એ કન્ફુસન વધારશે. કોઈ મિત્ર અન્ય ક્લાસીસ ની બુક વાંચતો હશે તો બીજો મિત્ર વળી કોઈ બીજા ક્લાસીસ ની. આ બધા વચ્ચે એક નવા વિદ્યાર્થી ને એ નક્કી કરવું કઠિન થતું હોઈ છે કે કઈ બુક્સ ખરીદવી ને કઈ નહિ. ઉતાવળે અને જાણ્યા વગર જ શરૂઆત કરતા નાણા અને સમય બંને નો વ્યય થઇ શકે.
ચાલો જોઈ એ
જીપી એસ સી તૈયારી માટે કઈ બુક્સ બેસ્ટ છે ? આ પ્રશ્ન નો જવાબ એ વાત પર આધાર રાખે છે કે,
કઈ પરીક્ષા ને તમે ટાર્ગેટ કરો છો ? જીપીએસસી, ક્લાસ ૧, ક્લાસ ૨, ક્લાસ ૩, સહીતની અલગ અલગ લેવલ અને અલગ અલગ સરકારી ખાતા ઓ માટે ની પરીક્ષા આયોજિત કરે છે. મોટા ભાગ ની પરીક્ષા નો અભ્યાસક્રમ સરખો જ હોઈ છે પરંતુ દરેક પરીક્ષા નું લેવલ થોડું થોડું અલગ હોઈ છે. ક્લાસ ૧ & ૨, ક્લાસ ૩, વગેરે ના કન્ટેન્ટ માં ફર્ક હોઈ છે. એવી જ રીતે આર.એફ.ઓ ના પેપર નું કન્ટેન્ટ આર.ટી.ઓ ના પેપર કરતા થોડું અલગ હોઈ છે
તમારી પાસે સમય કેટલો છે ? ૩ મહિના માં તૈયારી કરવાની છે. ૬ મહિના માં તૈયારી કરવાની છે, કે પછી એક્ષામ ક્રેક ના થાય ત્યાં સુધી તૈયારી ચાલુ રાખવાની છે
મેહનત કરવાની અને સમજવા ની ક્ષમતા.
બુક લિસ્ટ
જીપીએસસી હોઈ કે પછી યુપીએસસી, એન.સી.આર.ટી. બુક્સ એ તૈયારી નું પહેલું પગથિયું છે. એન.સી.આર.ટી બુક્સ વાંચવાથી પાયો પાકો થશે ઉપરાંત પ્રીલીમ અને મેઇન્સ ના ઘણા ખરા પ્રશ્નો સીધા જ એન.સી.આર.ટી માંથી હોય છે. ક્લાસ નોટસ, અને એન.સી.આર.ટી વાંચ્યા પછી જો ટાઈમ મળે તો
પ્રાચીન ઇતિહાસ
- NCERT Class 6 Our past 1 :
- RS Sharma India’s ancient past by RS sharma
મધ્યકાલીન ઇતિહાસ
- NCERT Class 7 Our Past 2
- સતીશ ચંદ્ર
History of Medieval India by Satish Chandra
આધુનિક ભારત નો ઇતિહાસ
- NCERT class 12
- Themes in Indian history 1
- Themes in Indian history 2
- સ્પેક્ટ્રમ : A brief history of modern india by Rajiv Ahir, Spectrum
ગુજરાત નો સાંસ્કૃતિક વારસો
1. જોરાવર સિંહ જાદવ
2. ગુજરાત ની લોક સંસ્કૃતિ - હસુતા બેન સેદાની
3. ગુજરાત નો સાંસ્કૃતિક ઇતિહાસ : રજની વ્યાસ (ગુજરાત ના ઇતિહાસ માટે પણ ઉપયોગી)
ભારત ની કળા અને વારસો
1. Indian Art and Culture by Nitin Singhania
બંધારણ
1. **Laxmikanth** : Indian polity by laxmikanth <br/>
બંધારણ અને રાજ્યવસ્થા માટે ની ગોલ્ડ સ્ટાન્ડર્ડ બુક ગણાય. જો આ એક બુક કરી શકો તો બંધારણ માટે બીજી કોઈ બુક કરવાની ખાસ જરૂર નહિ રહે.
2. **ભારત નું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા - યુવા ઉપનિષદ**
ભૂગોળ
અર્થતંત્ર
સાયન્સ અને ટેક્નોલોજી
સાયન્સ અને ટેક્નોલોજી માટે કોઈ ખાસ બુક કરવાની જરૂર રહેતી નથી. મોટા ભાગ ના પ્રશ્નો કરંટ અફેર પર થી જ હોઈ છે. કરંટ અફેર પર નીચે ના ટોપિક્સ પર ખાસ ધ્યાન આપવું.
- ઈશરો ની પ્રવૃત્તિ ઓ - નવા લોન્ચ કરતા સેટેલાઇટસ, સ્પેસ લોન્ચ વિહિકલ્સ, વગેરે
- DRDO ૩. પર્યાવરણ ને લગતા મુદ્દા ઓ. પર્યાવરણ ની સમસ્યાઓ અને સમાધાન, સરકાર દ્વારા લેવામાં આવતા પગલાંઓ અને યોજનાઓ વગેરે.