[Announcement] GPSC Chairman announced three important reforms
દાસા સાહેબ નો કાર્યકાળ બાદ હવે જીપીએસસી ને શ્રી હસમુખ પટેલ સાહેબ જેવા પ્રોએક્ટીવ ચેરમેન મળતા હજારો જીપીએસસી ઉમેદવારો માં ફરી થી ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.
જીપીએસસી ચેરમેન પદ સ્વીકારતા ની સાથે જ હસમુખ પટેલ સાહેબ દ્વારા ઉમેદવારો ની સમસ્યા ઓ ના નિવારણ અને જીપીએસસી પરીક્ષા ઓ ની ગુણવત્તા સુધારક પગલાં લેવા ની શરૂઆત કરી છે.
તા ૨૦/૨૧ જાન્યુઆરી ના રોજ, એક પછી એક એમ ૩ ટ્વિટ દ્વારા હસમુખ પટેલ સાહેબ દ્વારા અન્ય ૩ મહત્વની અને ઉમેદવાર હિત લક્ષી જાહેરાતો કરવામાં આવી છે.
અનુભવ ની જરૂરિયાત ના હોય, તેવી તમામ ભરતી ઓ માટે ની પરીક્ષા ઓ માં, કોલેજ ના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ પણ અરજી કરી શકશે.
અરજી કરતી વખતે કેટેગરી નું પ્રમાણ પત્ર ના હોય તો પણ જે તે કેટેગરી માં અરજી કરી શકાશે.
મુખ્ય પરીક્ષા ઓ માં નિબંધ ના પેપર નું મૂલ્યાંકન યોગ્ય રીતે થતું ના હોય એવી ઘણા ઉમેદવારો ની ફરિયાદ રહી છે કે. આ સમસ્યા ના નિવારણ ના ભાગ રૂપે, નિબંધ લક્ષી પરીક્ષા માં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્ન પત્ર ચકાસવાનું મહેનતાણું બમણું કરવા માં આવ્યું છે
ઇન્ટરવ્યૂ આપવા આવનાર વિદ્યાર્થી ઓ ને લાંબો સમય પ્રતીક્ષા કરવી પડતી હોય, અયોગ્ય માં ઇન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારો ને સવારે નાસ્તા માં ફળો અને બપોરે જમવાનું આપવામાં આવશે.